
સીમા ચિન્હરૂપી અવિસ્મરણીય સ્મૃતિઓ
- સમૂહ લગ્નનું સુંદર આયોજન ૨૩-૨-૧૯૯૭
- શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ ની મહાસમિતિ બેઠકનું શ્રી હિરાભાઇ એન. રાણપુરા તથા શ્રી ધીરુભાઇ આર. પાટડીયા ના સૌજન્ય થી આયોજન 18-9-1998
- શ્રી હિરાભાઇ એન. રાણપુરા શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ ના ઉપ-પ્રમુખ પદે નિયુક્ત થયા (૨૦૦૨ -૨૦૦૩)
- શ્રી વિનોદભાઇ તુલસીદાસ પાટડીયા શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળના મહાસમિતિ સભ્ય તરીકે નિયુક્ત થયા ૨૦૦૪ – ૨૦૦૯
- શ્રી દિલીપભાઇ પ્રભુદાસભાઇ બારભાયા શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળના મહાસમિતિ સભ્ય નિયુક્ત થયા ૨૦૦૯ – ૨૦૧૯
- શ્રીમતિ શોભનાબેન હરિશભાઇ આદેસરા અડાજણ-રાંદેર લાયન્સ ક્લબના પ્રમુખ પદ નિયુક્ત થયા.
- શ્રીમતી પુષ્પાબેન હીરાભાઈ રાણપુરા એ પોતાના સ્વરકંઠે ગાયેલી ઓડીયો કેસેટ નું વિમોચન કર્યું.
- જ્ઞાતિગ્રંથનું ત્રણ વાર વિમોચન થયું
- શ્રી ધીરુભાઇ રમણલાલ પાટડીયાની અખિલ હિંદ શ્રી માળી સોની મહામંડળ માં કેન્દ્રીય પ્રચાર કન્વીન્નર તરીકે નિયુક્ત થયા હાલ કાર્યરત છે.
- શ્રી ધીરુભાઇ રમણલાલ પાટડીયા ના સૌજન્ય થી શૈક્ષણીક સહાય માટે “શૈક્ષણીક ફેડ” ની રચના થઈ.
- શ્રી અખિલ હિંદ શ્રીમાલી સોની મહામંડળ ની પ્રાદેશિક મિટીંગ સુરત ઝાલાવાડ સોની સમાજની નેજા હેઠળ થઇ (૨૦૧૫ – ૨૦૧૬ )
- સુરત ઝાલાવાડ સોની યુવક મંડળ ને “શ્રી ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ માં” વિલીન કરવામાં આવ્યું ૨૦૧૮ -૨૦૧૯
- માનદ મંત્રીશ્રી મનુભાઇ અંબારામભાઇ પાટડીયા એ સતત ૩૦ વર્ષ મંત્રીપદે સેવા આપી અને સ્મૃતિ ગ્રંથ નું સંકલન તેઓ દ્વારા થયું
- ખજાનચી શ્રી ભરતભાઇ રમણીકલાલ બારભાયા એ અવિરત ૨૫ વર્ષ ખજાનચી પદે સેવા આપી
- શ્રી બીપીનભાઈ નાગરદાસ ઝીંઝુવાડિયા સહમંત્રી, ઉપપ્રમુખ, સંપાદક તરીકે સમાજ સાથે ૨૫ વર્ષ અવિરત જોડાયેલ રહી, પાંચ ટેલિફોન ડિરેકટરીનું સંકલન કર્યું.
- શ્રી ડી. એલ. ઝીંઝુંવાડિયા (શ્રી દલસુખભાઈ લાલજીભાઈ ઝીંઝુંવાડિયા) ૨૫ વર્ષ સુધી સંસ્કૃતિક કાર્યક્રમ ના સફળ એનાઉન્સર રહ્યા હતા.
- સાંસ્કૃતિક સમિતિ દેવરા આયોજિત પદયાત્રા તથા નંદમહોત્સવ માં ૨૦/૨૨ વર્ષ થી વિશેષ યોગદાન શ્રી અશ્વિનભાઈ એમ. રાણપુરા અને શ્રી અરવિંદભાઈ એમ. આડેસરા નું રહ્યું છે.
- શ્રી જયેન્દ્રભાઈ જમનાદાસ રાણપરા (ગુરુજી) એ ૨૧ વર્ષ સંસ્કૃતિક કાર્યક્રમ ના આયોજનમાં અગ્રીમસ્થાને કામ કર્યું
- યુથફોરમ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત ની ટીમ ચેમ્પ્યીયન બની
- શ્રી મયુરભાઈ ગુણવંતભાઈ પાટડિયા અને સહયોગીઓ દ્વારા અવિરત દર શનિવારે “હનુમાન ચાલીશ ના પાઠ” ૧૩ વર્ષ થી ચાલુ છે
- શ્રી ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ દ્વારા ૨૦૧૮-૨૦૧૯ દરમ્યાન સરકારશ્રી ની યોજના “માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ” સમાજ ના ૬૦ થી ૭૦ પરિવારો ને ઉપલબ્ધ કરાવ્યા છે.
- અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ના સત્ર ૧૭ માટે ૮-૯-૨૦૧૯ ના રોજ મહા સમિતિ સભ્યની બે સીટ માટે થયેલ ચૂટણીમાં સુરત ઝાલાવાડ સોની સમાજ દ્વારા “સર્વસંમતી ઉમેદવાર ની પસંદગી થઈ હતી.
શ્રી જીતુભાઈ ઘનશ્યામભાઈ સ્વદાસ
શ્રી મયુરભાઈ ગુણવંતભાઈ પાટડિયા
બંને ઉમેદવાર ઐતિહાસીક જંગી બહુમતી થી વિજયી થયા જે ગૌરવપ્રદ ગણાય . સુરત ઝાલાવાડ સોની સમાજ પહેલીવાર બંને સીટ પર વિજયી થયો જે ઐતિહાસીક અને નોંધનીય છે. - સુરત ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની સમાજણી “ડીજીટલ વેબસાઈટ” વિમોચન તા. ૨૨-૯-૨૦૧૯ ના રોજ મહામંડળ ના ૧૭ માં સત્ર ના પ્રમુખ. ડૉ. જયેન્દ્રભાઈ પી. રાણપુરા તથા ઉપપ્રમુખ હેમેન્દ્રભાઈ બી.સોની નાં વરદ હસ્તે કરવામાં આવ્યું.
ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની મહિલા મંડળ
સુરત ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની મહિલા મંડળની સ્થાપના કરવાં આવી જેના નેજા નેજાહેઠળ, સાંસ્કૃતિક કાર્યક્રમો, અલૂણાવ્રતોત્સવ, ફનફેર એક્સીબીશન, જનમંડળજેવા સુંદર કાર્યક્રમ થયા છે.
યુવા સંગઠન
યુવાનો દ્વારા યુથ ફોરમ ની રચના થઈ જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ, નવરાત્રી ઉત્સવ, રંગોત્સવ યુવા ઉત્કર્ષના કાર્યો થાય છે