તા. ૨૨-૬-૨૬ રવિવારે જનરલ મિટીંગ માં…..”ચિ. ધ્રિશિવ”….ની મેડીકલ સહાયનાં સેવાયજ્ઞ માટે કરેલ અપીલ ને અભૂતપૂર્વ પ્રતિસાદ આપી સુરત ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની સમાજે ખુલ્લા મનથી…નાના મોટા સહુએ ઇશ્વરે પ્રેરણા કરી એમ આ સેવાકાર્ય માટે ખુબ જ ટૂંકા સમયગાળામાં અકલ્પનીય….અને અવિસ્મરણીય કાર્યને ખુબ જ ઉમદાભાવથી સેવાકાર્ય ની ઝોળી છલકાવી દીધી….એકજ વાક્ય માં કહેવું હોય તો….મને મારાં સમાજ માટે ગૌરવ છે….અને આવાં સહિષ્ણુ, નિષ્કામ, નિસ્વાર્થ સમાજનાં સભ્ય હોવું એનો પણ ગર્વ છે… એક સરાહનીય કાર્ય….. ને પૂર્ણ કરવામાં આપનાં ઉત્કૃષ્ટ સહયોગ બદલ આપ સહુનો ખુબ ખુબ આભાર…. ખુબ ખુબ ધન્યવાદ….🙏 🙏🙏🙏
બોક્સ ક્રિકેટ 2026
શ્રી સુરત ઝાલાવાડ વિશા શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ, સુરત ના યુવા સંગઠન દ્વારા તારીખ ૨૨-૩-૨૦૨૬ રવિવારે ના રોજ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘પરમ પ્રીમિયર લીગ–૩’ નું આયોજન કરવા માં આવેલું હતું, જેમાં સમાજની જેન્ટ્સ ની 12 અને લેડીઝ ની 4 ટીમોએ ભાગ લીધેલો હતો, સવારે ૭-૩૦ કલાકે સમાજનાં પ્રમુખશ્રી, ટ્રસ્ટી મંડળ, હોદ્દેદારો, દાતાશ્રીઓ અને યુવા સંગઠનની સમગ્ર ટીમ ની ઉપસ્થિતિ માં…દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટ ની શરૂઆત કરી…જે રાત્રે ૯-૩૦ કલાકે ટ્રોફી વિતરણ કરી સમુહ ભોજન કરી કાર્યક્રમ પૂર્ણ થયો…તેમાં જેન્ટ્સ માં ‘રોયલ ગોલ્ડન બોયસ’ તેમજ લેડીઝમાં ‘ડિવાઇન ગર્લ્સ’ ટીમ વિજેતા બની હતી. તદુપરાંત સિનિયર સિટીઝન ની પણ ફ્રેન્ડલી મેચ રમાડવામાં આવી હતી.સમાજના ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો, ટુર્નામેન્ટ નાં દાતાશ્રીઓ તેમજ સમાજના આબાલ વૃદ્ધ સૌ તેમજ મહિલા મંડળ નાં હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહી અને સમગ્ર ટુર્નામેન્ટ માણી હતી તેમજ આર.કે.પી.સોની સમાજ, વરાછા મિત્ર મંડળ અને અમદાવાદ સોની સમાજનાં હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી…ટીમોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ અંતે યુવા સંગઠન નાં ડો. હાર્દિકભાઈ પી. ફીચડીયા એ આભાર વિધી કરી હતી… ટુર્નામેન્ટ ના સફળ આયોજનમાં શૈલેશભાઈ આડેસરા,જીગ્નેશભાઈ આડેસરા,દિપકભાઈ આડેસરા, ડૉ.કશ્યપભાઈ ઝીંઝુવાડીયા, પાર્થભાઈ આદેશરા, ધર્મેશભાઈ રાણપુરા તથા યુવા કાર્યકરો નાં ટીમવર્ક નું યોગદાન સરાહનીય હતું… અહેવાલ….નિલેશભાઈ પી. ઝીંઝુવાડીયા..હાર્દિકભાઈ પી. ફીચડીયા











