
સુરત ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની સમાજનો સૂર્યોદય.
આરાધ્ય ઇષ્ટદેવ શ્રી કૃષ્ણભગવાનની કૃપા, શ્રી નારાયણ મુનીદેવ ની અમિદ્રષ્ટિ તથા કુળદેવી શ્રી વાઘેશ્વરીમાતા નાં આર્શિવાદ થી પાવનકારી થઇ અને પુજનીય વડીલો તથા પુર્વજોનાં પુણ્યપ્રતાપ અને શુભેચ્છાસહ એક અતિ શુભ ચોઘડિયામાં અને ઉત્સાહસભર વાતાવરણમાં વર્ષ ૧૯૮૭ માં અ:નિ: વડીલશ્રી તુલસીદાસ અંબારામ પાટડીયાનાં નિવાસ સ્થાને આયોજીત મિટીંગમાં “યુવક મંડળ” ની સ્થાપના કરવી એમ સર્વાનુમતે નક્કી કર્યું.
તા. શ્રી ૧૭/૭/૧૯૮૭ નાં સમયમાં – શુક્રવારે “ શ્રી ઝાલાવાડ વિસા શ્રી માળી સોની યુવકમંડળ”ની સ્થાપના થઇ અને પ્રમુખ તરીકે આદરણીય શ્રી હીરાભાઇ નરસીદાસ રાણપુરા, ઉપપ્રમુખ તરીકે શ્રી હસમુખભાઇ હીરાલાલ પાટડીયા, મંત્રી શ્રી મનુભાઈ એ. પાટડિયા તથા ખજાનચી પ્રવીણભાઈ એન. ઝીંઝુવાડિયા તેમજ અન્ય હોદ્દેદાર અને કારોબારી સભ્યોની નિમણૂક થઇ. ત્યાર બાદ શિક્ષણ, સેવા અને સંગઠન નાં ધ્યેયો ને વરેલા આ મંડળની વર્ષ, પ્રતિવર્ષ ઉતરોતર પ્રગતિ થતી રહી.
સમાજનાં અગ્રણી વડીલ પુજ્ય અ:નિ: કેશવલાલ ભુદરદાસ આદેસરા તથા તેમનાં પરિવારજનોએ સ્થાપનાનાં ૧ વર્ષ પછી જુન ૧૯૮૮ માં “શ્રી ગંગાજી પુજન” નાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કર્યુ. સમાજનાં સર્વે કુટુંબોને દર્શન- પુજા અને પ્રસાદ નું આમંત્રણ આપ્યુ અને પુર્વજો, ગંગામૈયા તથા સમાજ-રૂપી ગંગાના આર્શિવાદ પ્રાપ્ત કર્યા. આ નિમિતે પ્રથમ વાર્ષિક સ્નેહ સંમેલન, તા: ૨૨/૬/૧૯૮૮ માં ભોજનદાતા બની જ્ઞાતોભોજનનાં સર્વ પ્રથમ હકદાર બન્યા. સમાજ માટે તથા તેમનાં પરિવારજનો શ્રી હરિશભાઇ, શ્રીમતિ શોભનાબેન, શૈલેશભાઇ, વિજયભાઇ સર્વ માટે આ પ્રસંગ “સોનેરી- સંભારણુ” બની રહેશે.
સંનિષ્ઠ કાર્યકર્તાઓ, દાનવીર ભામાશાઓ, ઉત્તારી, કારોબારી સભ્યો, સકારાત્મક સમાજ- પ્રતિભાવ તથા વાર્ષિક સ્નેહ સમેલનોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઇતરપ્રવૃત્તિ માં મહિલામંડળનો સુંદર સહયોગ અને મનોરંજન સમિતી તથા સાંસ્કૃતિક સમિતીનાં ભગીરથ પ્રયાસો વડે આજની તારીખમાં પણ જ્યારે “યુવકમંડળ” માથી “સમાજ –ટ્રસ્ટ” માં રૂપાંતરીત થયું છતાં તેની પ્રગતિ અને ઉન્નતિ અડીખમ અને દેદિત્યમાન છે તથા વાદ –વિવાદ રહિત છે. પરમકૃપાળું પરમાત્માનાં અર્હનિશ-આશિર્વાદ થી જ આ શક્ય બન્યું છે.
સન ૧૯૮૭ માં ક્ષાતિ કુટુંબોની વસ્તી ગણતરી અને કૌટુંબીક સભ્યોની યાદી ,નામ ,સરનામા ,વ્યવસાય અને ઈતરમાહિતી નાં આધારે જ્ઞાતિ-દર્શન ગ્રંથ ભાગ-૧ બુક નું વિમોચન થયેલ ત્યારબાદ ૧૧વર્ષનાં સમયગાળા બાદ સન ૧૯૯૮ માં ભાગ-૨ તથા તા ૨૧/૯/૨૦૦૮નાં રોજ જ્ઞાતિ-દર્શન ભાગ-૩ નું વિમોચન થયેલ .
વર્તમાન પરિસ્થિતી માં જ્યારે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે અને ઘરનાં નાના બાળકો થી લઈને વયોવૃદ્ધ વડીલો સુધી તમામ ઇન્ટરનેટ, વોટસ એપ , ફેસબુક, લેપટોપ અને સ્માર્ટર્ફોનની કનેકટીવીથી એકબીજા સાથે સંકળાયેલા છે ત્યારે સમાજ ની ‘ડીજીટલ વેબસાઇડ’ બનાવી સર્વે ની કૌટુંબીક માહિતી આવરી લેવી એ આજની નાની જરૂરીયાત છે અને સમયનીઆ માંગની ‘પુર્તિ અને પુષ્ટિ’ માટે ‘ડીજીટલ વેબસાઈટ’ આપ સમક્ષ રજું કરતાં અમો સર્વે હર્ષ ,આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.